આસામઃ દેશમાં છેલ્લા થોડા દિવસો પહેલા યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અસામમાં ભાજપે બહુમતી મેળવી વિજય હાંસિલ કર્યો હતો. આ જીત બાદ BJP નેતા હિમંત બિસ્વા શર્માએ રાજ્યપાલ જગદીશ મુખી ના હસ્તે આસામના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ૧૩ અન્ય મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કરી.

મળતી માહિતી મુજબ આ શપથગ્રહણ કાર્યક્રમ દરમિયાન BJP ચીફ જેપી નડ્ડા, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નીફિઉ રિયો, પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.

દેશના વડાપ્રધાન દ્વારા હિમંત બિસ્વા શર્માને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, હિમંત બિસ્વાજી અને આજે શપથ લેનારા અન્ય મંત્રીઓને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ટીમ આસામની વિકાસ યાત્રાને ગતિ આપશે અને લોકોની આકાંક્ષાઓને પણ પુરી કરશે.