દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વલસાડ: વર્તમાન સમયમાં કોરોનાએ સમગ્ર ગુજરાતના માઝા મૂકી છે તેવા સમયે દારૂ હેરાફેરી સામાન્ય સંજોગોમા થતી હતી તે પ્રમાણે હાલમાં પણ વલસાડ જિલ્લામાં થઇ રહી હોય એવું કહી શકાય છે અમુક દિવસોનો બાદ કરતા દારૂ હેરાફેરીની ઘટના સામે આવતી જ હોય છે ગતરોજ વલસાડ LCBની ટીમે ધમડાચી હાઇવે ઉપર સુરત તરફ જતા દારૂનો ટેમ્પા ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ વલસાડ LCBની ટીમ દ્વારા નાનાપોઢાંના ધમડાચી હાઇવે ઉપર સુરત તરફ જતા ટેમ્પાને રૂરલ પોલીસની ટીમે અટકાયત કરી ચેકિંગ કરાતાં ટેમ્પામાંથી 7788 બોટલ દારૂ જેની કિંમત લગભગ રૂ.12.79 લાખ જેટલી થાય એટલો દારૂનો જથ્થા કબજે કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

Decision News મળેલી જાણકારી પ્રમાણે વલસાડ LCBને GJ-15-Z-105 નંબરનો એક ટેમ્પો દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જતો હોવાની બાતમી મળી. આ બાતમીના આધારે LCBની ટીમે ગુંદલાવ ચાર રસ્તા પાસે બાતમીવાળા ટેમ્પોની અટકાયત કરી ચેકિંગ કરતાં તેમાંથી 12.79 લાખ દારૂનો જથ્થો બારામત કર્યો હતો આ ઉપરાંત એક મોબાઇલ અને ટેમ્પા સાથે કુલ 18.84 લાખનો મુદ્દામાલ પોતાની અન્ડર લીધો હતો. વલસાડ LCB ટેમ્પો ચાલક અશોક હરિભાઈ તાયડેની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર સુરજ કુંવરને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ આગળની તપાસ શરૂ કરી દીધી છે.