સૂચના:- આ ઘોડમાળ ગામના યુવકનો મર્ડરનો રીપોર્ટ Decision News દ્વારા લોકો સમક્ષ પોહ્ચાડવામાં આવ્યો હતો અને હવે મર્ડરના આરોપીને શોધવાની પોલીસની સફળ કામગીરી વિષે ઓઅન જણાવી રહ્યા છીએ.

વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના કણધા ગામમાં ઘોડમાળ ગામના એક યુવકની હત્યા કરવામાં આવી હતી જેની તપાસમાં વાંસદા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. મર્ડરના ૪૮ કલાકમાં જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાથી લોકો વાંસદા પોલીસને સિંઘમ પોલીસનું બિરુદ આપી રહ્યા છે.

વાંસદાના ઘોડમાળ ગામના યુવકનું કણધા ગામમાં તા. ૦૪/૦૫/૨૦૨૧ના રોજ સવારના નવેક વાગ્યાની અરશામાં વાંસદાના કણધા ગામના સવારપાડા ફળિયામાં આવેલ ડુંગરી પાસે છગનભાઈ વાડુંભાઈના ખેતરમાંથી વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના ઈરખાચ ફળિયાના દયજુભાઈ સોનુભાઈ દરવાડાના દિકરા નિલેશભાઇની માથાના કપાળના ભાગે, ડાબી આંખ પર, માથાના વચ્ચેના ભાગે, તેના ગુપ્તાંગના ભાગ ઉપર તેમજ શરીરના બરડા ઉપર નાની મોટો ઈજા પોહ્ચાડે હાલતમાં લાશ મળી હતી. આ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધવામાં આવી હતી.

વાંસદા પોલીસ દ્વારા આ બનાવને ખુબ જ બારીકાઇ થી અને સમજણ વડે તપાસ કરી આ મર્ડર કેસ સોલ્વ કરી લીધો છે. Decision Newsને મળેલી તાજા જાણકારી અનુસાર વાંસદા પોલીસ દ્વારા મર્ડરના આરોપીને પકડવા અલગ અલગ ટીમોની બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા દરેક પાસની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવતા અંગત બાથમીદાર પરથી બનાવનું સત્ય શોધી કાડયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બનાવમાં મરણ પામનાર નિલેશભાઇતથા તેમના જ ફળિયામાં રહેતી તેમની કુટુંબી રવિનાબેન રમેશભાઈ દરવાડાના વચ્ચે અગાઉ પ્રેમ સંબધ હતો અને હાલ પણ અવાર નવાર એક બીજાને મળતા હતા તથા રવિનાબેનની સગાઇ આરોપી હર્ષદભાઈ ઉર્ફ સુબે રામુભાઈ માંગી લુહેરી ઉતારા ફળિયા તા. ધરમપુર જિ. વલસાડના સાથે થયેલ હતી રવિના છેલ્લા ઘણા વખતથી તેના પિયર ઘોડમાળ ખાતે જ રહેતી હોય અને તેના સાસરી લુહેરી ગામે જતી ન હોય જે આધારે અમને શંકા જતા તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ મરણ જનારના મોબાઈલ લોકેશનના આધારે આ શકમંદ આરોપીને પકડવામાં આવ્યો હતો અને વાંસદા પોલીસ સ્ટેશને પૂછપરછ કરતાં આરોપીએ કબુલ્યું હતું કે આ મર્ડરનો ગુનો પોતે કર્યો છે. હાલમાં આરોપીને કોવીડ ટેસ્ટ કરાવી કરી વાંસદા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી રહી છે.