કપરાડા: આઝાદીના ૭૦ વર્ષના વાણાં વાયા છીએ પણ કપરાડાના ૩૦ થી ૪૦ ગામના વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા હજુ પણ ના તો સરકારમાં આવેલા નેતાઓએ ન તો સરકારી તંત્રમાં બેઠેલા આધિકારીઓએ દુર કરી શક્યા છે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ કપરાડાના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે.
કપરાડાના પીવાના પાણીની લોકોની સમસ્યા અંગે ફરિયાદ મળતા Decision Newsની ટીમ ગ્રાઉન્ડ રીપોર્ટ લેવા પોહચી ત્યાં ખબર પડી ગામોમાં અહીં કૂવામાં પાણીના સ્તર નીચે ઉતરી જેથી કૂવાઓના પાણી ખૂબ નીચે ઉતરી ગયું છે. અમુક ગામના લોકો નાના-નાના ઝરણામાંથી વાટકી-વાટકીએ ખાડામાંથી મહિલાઓને અને નાની બાળાઓ પાણી ભરતી નજરે ચઢે છે. મહિલાઓનું કહેવું છે કે દિવસના મોટાભાગનો સમય પાણી ભરવા માટે રાહ જોવામાં લાંબી લાંબી સમય ઉભા રહેવામાં નીકળી જાય છે.
સ્થાનિક સમાજના અગ્રણી જયેદ્રભાઈને આ પીવાના પાણી સમસ્યા વિષે Decision News દ્વારા પૂછાતા શું કહ્યું જુઓ આ વિડીયોમાં..
કપરાડામાં દર વર્ષે પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. વર્તમાન સમય જયારે કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે પીવાના પાણીની આ ગામોમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ દયનીય સ્થિતિમાં પોતાનું જીવન ગુજરાન ચલાવી રહી છે.