વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકામાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક લોકોમાં મોટાપાયે ફેલાયું છે ત્યારે વાંસદા તાલુકાના સેવાભાવી યુવાનો અલગ અલગ રીતે કોરોના દર્દીઓ મદદ કરી રહ્યા છે. ગતરોજ વાંસદામાં ગુલાબ વાટીકા સોસાયટીના યુવા અને વડીલો દ્વારા કોરોના દર્દીઓ માટે ૧૦ ઓક્સિજન બોટલો આપી સેવાકીય પ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે રાખ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગઈકાલે વાંસદા તાલુકાની ગુલાબ વાટીકા સોસાયટીના યુવા અને વડીલો દ્વારા કોવીડના દર્દીઓ માટે ઓક્સિજનની 10 મોટી બોટલો વાંસદાની કોટેજ હોસ્પિટલને દાન આપીને આ કોરોનાના કપરા કાળમાં લોકોએ મદદરૂપ થઇ સમાજસેવાનું ઉમદા અને સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

વાંસદામાં થયેલા સમાજસેવાના ઉમદા કાર્યમાં ગુલાબ વાટીકા સોસાયટીના કિશન ભાઈ સેંગાર, મહેન્દ્ર ભાઈ ઠાકોર, કોશિક પવાર, જાધવ સાહેબ, દિનેશ ભાઈ, ભાવેશ ભાઈ, ચિરાગ ભાઈ જેવા યુવાનો દ્વારા આ પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે જેથી સમાજમાં એક પોઝિટીવ સંદેશ પ્રસરે અને આ કોરોના મહામારી લોકો એક બીજાને મદદરૂપ બને.