વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખાતે ૧૨ દિવસના લોકડાઉન બાદ ૧૪ દિવસ માટે બપોરના ૨ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનની રણનીતિ કોરોના સંક્રમણને અટકાવવા માટે બનાવવામાં આવી છે. વાંસદા તાલુકામાં થયેલા સ્વૈચ્છિક લોકડાઉનમાં સ્થાનિક સ્તરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વાંસદા તાલુકામાં કોરોનાના કેસોમાં ખુબ જ ઝડપથી ઘટાડો થયો છે અને સાથે સાથે મૃત્યુદર પણ ઓછો થયો છે. વાંસદા તાલુકાની ખાનગી હોસ્પીટલના ડોકટરોનું કહેવું છે કે સ્વૈચ્છિક લોકડાઉનના કારણે કોરોના કેસો ઘણા ઓછા આવી રહ્યા છે. આ ઉપરાંત વાંસદા ગ્રામ પંચાયત દ્વારા સરકારી કુમાર શાળા ખાતે પોઝિટીવ દર્દીઓ માટે બે રૂમ સુવિધા ઉપલબ્ધ બનાવી છે. આ વોર્ડ રૂમમાં ૧૦ દર્દીઓ રહેવાની તથા બે ટાઇમ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આમ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના કોરોનાના દર્દીનાને ઘરમાં પડતી મુશ્કેલીઓ દુર થશે અને સ્વૈચ્છિક લોકડાઉન કારણે કોરોના સંક્રમણ ઓછા થશે. આમ વાંસદાના સ્વૈચ્છિક લોકડાઉન અને પંચાયતના કોવીડ વોર્ડની વ્યવસ્થા બંને આશીર્વાદરૂપ સાબિત થશે.