ધરમપુર: વર્તમાન સમયમાં ધરમપુરના ગામોમાં કોરોના સંક્રમણ વધવાના કારણે કેસોના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંડા ગામમાં આવેલા આયુર્વેદિક દવાખાના દ્વારા ખાંડા ગામના ફળિયાઓમાં આયુર્વેદિક ઉકાળો ગ્રામજનોને પીવડાવી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના મહામ્રીને અટકાવવાની એક પહેલ આદરી છે.

Decision newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના ખાંડા ગામમાં છેલ્લા ત્રણ અડીવાડીયાથી ગામમાં આવેલ આયુર્વેદિક દવાખાના દ્વારા આયુર્વેદિક ઉકાળોને અમૃત મેલ ઉકાળાનું નામ આપી ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. ખાંડા ગામના આયુર્વેદિક દવાખાના ઇન્ચાર્જ ડૉ. ભાવિન ચૌધરી અને ગામનો જાગૃત યુવાન યતેન્દ્ર ગવળી દ્વારા ઉકાળો બનાવાય છે અને દરરોજ સવારે ૧૦ વાગે ૪૦૦ થી ૫૦૦ લીટર બનાવીને ગ્રામજનો વચ્ચે જઈ વહેચવામાં આવે છે. જો આસપાસના ગામોમાંથી પણ સરપંચનું લેખિત લખાણ લઇ ઉકાળા માંગ કરવામાં આવે તો સેવાવૃત યુવાનો દ્વારા જેતે ગામમાં પોહ્ચાડવામાં આવે છે.

ગામના આયુર્વેદિક ઉકાળોના વિતરણ કરતા સેવાવૃત યુવાન યતેન્દ્ર ગવળી Decision Newsને જણાવે છે કે આ  આયુર્વેદિક ઉકાળો છેલ્લા ત્રણ અઠવાડિયાથી અમારી ટીમ ખાંડા અને તેની આસપાસના ભવાડા, સાવરમાળ,બોપી જેવા ગામોમાં વિતરણ કરે છે. આ ઉકાળો બનાવવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા થાય છે અમે ઈચ્છીએ છીએ કે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોકો કોરોના જેવી મહામારીમાં પણ સ્વસ્થ જીવન જીવી શકે.