દિલ્લી: ગતરોજ કોરોના-૧૯ને હરાવવા માટે પૂરતા મેડિકલ સ્ટાફની વધતી જરિયાતોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોવિડ પરિસ્થિતિને મેનેજ કરવા સ્ટૂડન્ટસ કે પ્રોફેશનલ્સને ૧૦૦ દિવસનો અનુભવ થયા બાદ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા અને ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી કોવિડ રાષ્ટ્ર્રીય સેવા સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી .
મીડિયામાં પ્રકાશિત થયેલા રીપોર્ટ પ્રમાણે વડાપ્રધાન મોદીએ કોવિડ-૧૯ સામે લડવા માટે આરોગ્યકર્મીઓની ઉપલબ્ધતા વધારવા નીટ પી.જી.ની પરીક્ષાને આગામી ચાર મહિના સુધી સ્થગિત કરવાની સાથે જ મેડિકલ ટ્રેઈનીઝને મહામારી મેનેજમેન્ટ કાર્ય માટે તૈનાત કરવાનો નિર્ણય લેવાયો. MBBSના છેલ્લા વર્ષના વિધાર્થીઓનો કોવિડ-૧૯ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખ અને ટેલી-મેડિસીનમાં ઉપયોગ કરી શકાય છે આ મેડિકલ ટ્રેઈની પોતાની ફેકલ્ટીના હાથ નીચે આવા કેસોમાં સારવાર કરશે.
જો આવું થશે તો કોવિડ-૧૯ દર્દીઓની સારવારમાં કાર્યરત ડોકટરોનો ભાર ઓછો થશે. અને BSC નસિગ કે GNM પાસ નર્સેાનો સીનિયર ડોકટરો અને નર્સેાના હાથ નીચે કોવિડ-૧૯ દર્દીઓની સેવામાં પૂર્ણ સમય ઉપયોગ કરી શકાશે. મેડિકલ સ્ટૂડન્ટસ અને પ્રોફેશનલ્સને કોવિડ સંબંધી કામકાજમાં રાખતા કરતા પહેલા તેમનું વેકિસનેશન કરાશે. સાથે જ તેમને આરોગ્યકર્મીઓ માટે મળતી સરકારી વિમા યોજનાનો લાભ પણ મળશે.