નાનાપોઢાં: વર્તમાન સમયની કોરોના કહેરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નાનાપોઢાં રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ માટે ચાલીસ ઓક્સિજન બેડની સુવિધા વધારી ૧૦૦ બેડ ઉપલબ્ધ કરાવવાની સ્થાનિક ધારાસભ્ય વચન આપવામાં આવ્યું હતું જે હાલમાં સ્થાનિક લોકોના અનુસાર પોકળ સાબિત થયાની ફરિયાદ ઉઠી રહી છે.
હાલમાં કપરાડામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો નોંધાય રહ્યો છે આવા સંજોગોમાં Decision Newsને સ્થળ પર લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું છે કે કપરાડાના નાનાપોઢાં સી.એચ.સી સેન્ટર ખાતે એકલા જ ડૉ. મિત્તલ પટેલ ચોવીસ કલાક ખડે પગે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પીટલમાં કોવિડ સેન્ટર ચાલીસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જે હાલમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે. હાલમાં સ્થાનિક ધારાસભ્યએ વચન આપ્યું હતું કે થોડા દિવસોમાં ૧૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સ્થળ પર અત્યારે ચાલીસ બેડ પૈકી અન્ય દસ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં જાહેર કરેલા ૧૦૦ બેડની વ્યવસ્થા ઝડપથી ઉપલબ્ધ કરાવવાની સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.
નાનાપોઢાં જાણીતા સમાજ સેવક જ્યેન્દ્ર ગાંવીત Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે મામલતદાર, કલેક્ટર શ્રી તેમજ આરોગ્ય વિભાગના મંત્રીઓને સાથે આરોગ્ય વિભાગ અધિકારીઓ નાનાપોઢાં રેફરલ હોસ્પિટલ કોવિડ સેન્ટરની મુલાકાત લઇ હોસ્પિટલમાં ખૂટતી વ્યવસ્થા કરવાની ભલામણ કરવામાં આવી છે. અને તાત્કાલિક ધોરણે દર્દીઓ સેવા મળી રહે એવી અપેક્ષા કરવામાં આવી રહી છે. જો હોસ્પિટલમાં થોડા સમયમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા ન કરવામાં આવે તો સ્થાનિક ધારાસભ્યનો જાહેર સ્થળો પર વિરોધ કરવાના સ્થાનિક લોકો નિર્ણય લેવાના મૂડમાં છે.