વાંસદા: વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ માનકુનીયા વાંગણ નીરપણ ચોરવાણી ખાંભલા આંબાપાણી જેવા મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામોમાં કોરોનાનો સંક્રમણ વધવા પામ્યું છે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા બોર્ડર વિલેજના ગામોની મુલાકાત લેવામાં આવી હતી.
હાલમાં વાંસદા કોરોનાના વધતાં જતાં સંક્રમણને કારણે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે મહારાષ્ટ્રની બોર્ડર પર વાંસદા તાલુકા ગામોની જાત તપાસ કરી ગામોના આગેવાનો સાથે મુલાકાત ગતરોજ કરી હતી જેમાં તેમણે હાલની પરિસ્થિતિ વિષે ગામના આગેવાનો વાતચીત અને ગામમાં લોકોમાં ફેલાયેલા કોરોના સંક્રમણનું જાતે નિરક્ષણ કરી આ સંક્રમણને અટકાવવા શું કરી શકાય એ વિષે તેમણે મનોમંથન કર્યું હતું.
આ અંતરિયાળ ગામોમાં કોરોનાના વધેલા સંક્રમણનું કારણ આપતા અનંત પટેલે મીડિયાને કહ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી સંક્રમણ વધવા પામ્યું છે જેનું કારણ મોટા પાયે ગામોમાં જાગૃતિના અભાવ હોય શકે. વાંસદાના આ ગામોમાં હજુ પણ કેટલાંક અંશે અંધશ્રધ્ધા, ભુવા ભગતોમાં લોકો માનતા હોય છે જેના કારણે મેડીકલ વિશ્વાસ કરતા નથી જેના લીધે કોરોના સંક્રમણના ઘણાં પોઝિટીવ કેસો મોટો આંકડો સામે આવી રહ્યો છે. આ ઉપરાંત આરોગ્ય ટીમ ગામેગામ જઈ ન શકવાનું કારણ હોઈ શકે છે. હાલમાં ગામોમાં કોરોનાનો જે ડર ઉભો થયો છે એ ડર દુર કરવું એ ખુબ જ અગત્યનું છે. આ બોર્ડર વિલેજમાં સંક્રમણને અટકાવવા માટે આરોગ્યની ટીમે તાત્કાલિક ઢોરને કામ કરવું જોઈએ. સાથે-સાથે સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ જાગૃતતા માટે આગળ આવી લોકોમાં ઘર કરી ગયેલી અણસમજ દુર કરવી જોઈએ અને વાંસદાની આરોગ્યની ટીમોએ આગળ આવી રેપિડ ટેસ્ટની કામગીરી મોટા પાયે હાથ ધરવી જોઈએ.