ડેડીયાપાડા: હાલ કોવીડ 19 કોરોના કેસોનું સંક્રમણમાં અતિ વધારા થવાના કારણે માન. મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સમાં થયેલા આદેશ અને પરિપત્ર મુજબ જિલ્લામાં થતાં સંક્રમણને અટકાવવા તમામ ગામની સરકારી  પ્રાથમિક  શાળાઓમાં તાત્કાલિક કોવીડ કેર સેન્ટર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Decision Newsને એક શિક્ષક પાસેથી મળેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની ચૂલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં આદેશ મુજબ ગામમાં ફેલાતા કોરોના સંક્રમણને અટકાવવા તમામ તાત્કાલિક કોવીડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં શાળાના આચાર્યશ્રીએ નોડેલ તરીકે કામગીરી કરી રહ્યા છે અને કોવીડના દર્દીઓની જરૂરિયાત પ્રમાણેની સુવિધા ગામના સરપંચશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ આદેશ મુજબ સરકારી પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા કોવીડ કેર સેન્ટરમાં જે તે શાળાના આચાર્યશ્રીએ નોડેલ તરીકે કામગીરી કરવાની રહશે જે અંતર્ગત શાળામાં ઉપલબ્ધ ઓરડા મુજબ પથારી (બેડ) વ્યવસ્થા ઉભી કરવાની રહશે જેમાં ગાદલું ઓશીકું, ચાદર, ચોરસો પીવાના પાણીની વ્યવસ્થા વાપરવાના પાણીની સુવિધા, માસ્ક સેનિટાઇઝર, દવાની કીટ અને સફાઈ તેમજ પુરુષો અને સ્ત્રીઓ માટે નહાવાની સુવિધા આપણા ગામના સરપંચ શ્રી ગ્રામ પંચાયત સભ્ય શ્રી ગામના આગેવાનો તેમજ smcના સભ્યોને સાથે રાખી સ્થાનિક કક્ષાએ સુવિધા ઉભી કરવા આદેશ કરવામાં આવે છે. આ કામગીરી આદેશ મળ્યા ૧ દિવસની અંડરમાં કરવાની રહશે. દરેક સરકારી પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટરમાં આવનાર કોવીડ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા સરપંચશ્રીએ કરવાની રહશે.