દિલ્લી: દેશભરમાં કોરોનાના કારણે આઈસીયુ બેડ સાથે ઓક્સિજન કટોકટી વધી રહી છે જેના કારણે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે આવા સમયમાં એવા ઘણા અહેવાલો છે કે કોરોના દર્દીઓને તેમના પોતાના હોસ્પિટલ બહારની મુકીને ગાયબ થઈ રહ્યા છે. અમુક ઘટનાઓમાં તો ક્યાંક કોરોનાથી પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિની લાશ લેવાનો ઇનકાર કરી રહ્યું છે.
પરંતુ ગતરોજ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં દોસ્તીની મિશાલ જોવા મળી છે. મિત્રની જિંદગી બચાવવા માટે બોકારોના શિક્ષક દેવેન્દ્રએ માનવતાનું ઉદાહરણ પૂરું પડ્યું છે. તેઓએ કાર દ્વારા 1400 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ઓક્સિજન સિલિન્ડર લઈને નોઇડા ગયા મિત્રને આપવા ગયા હતા.
મળેલી માહિતી મુજબ બોકારોમાં રહેતા દેવેન્દ્ર વ્યવસાયે શિક્ષક છે, જ્યારે નોઇડામાં રહેતા તેમના મિત્ર રંજન અગ્રવાલ દિલ્હીની આઈટી કંપનીમાં નોકરી કરે છે. આ સમયે રંજન કોરોના ઇન્ફેક્શનની પકડમાં છે અને તેમનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, પરંતુ ઓક્સિજન સિસ્ટમ મળી રહી નહોતી. તે જ સમયે ડોકટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે દર્દીના જીવનને બચાવવા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડી શકે છે. આ વાત બોકારોમાં રહેતા દેવેન્દ્રને તેના મિત્રના જીવને જોખમની જાણ થઈ અને તે ઓક્સિજન સિલિન્ડર દેવેન્દ્ર જાતે રવિવારે સવારે પોતાની કારમાંથી નોઈડા જવા રવાના થયા હતા અને લગભગ 24 કલાકમાં તેઓ પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન રાજ્યોની સરહદ પર પોલીસ દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી, પરંતુ મિત્રની જિંદગી બચાવવાના ઈરાદા સાથે દરેક સમસ્યા પાર કરીને તેઓ મિત્રના ત્યાં પહોંચ્યા હતા
જ્યારે દેવેન્દ્ર સિલિન્ડર લઈને દિલ્હી પહોંચ્યો ત્યારે રંજન અગ્રવાલની આંખો ભરાઈ ગઈ. આ પછી, તેણે કહ્યું કે આવા મિત્રની હાજરીમાં કોરોના મારું શું બગાડશે. તે જ સમયે રંજનના ઓળખીતાઓએ પણ કહ્યું કે ભગવાનને દરેકને આવા મિત્ર આપે.

            
		








