દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ થયું છે. રોજબરોજ સરકારી ચોપડે 15 હજારથી ઉપર નવા કેસો નોંધાઈ રહ્યા છે. સરકાર અધિકૃત રીતે દિવસનું લોકડાઉન જાહેર નથી કરી રહી ત્યારે હવે પ્રદેશના શહેરોના વિસ્તારોમાં, તાલુકાઓમાં અને ગામડાઓમાં લોકો અને વેપારીઓ આગળ આવીને સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાની ચેઈન તોડવા પ્રયત્ન હાથ ધર્યો છે.

મળતી માહિતી મુજબ પ્રદેશના નવસારી, વલસાડ, તાપી, ડાંગ જેવા જિલ્લાઓના કેટલાક ગામડાઓમાં તો પહેલા જ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી ચૂક્યા છે.અને ઘણા ખરા ગામડાઓ હવે સ્વૈચ્છિક લોકડાઉનની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે જેથી કોરોના સંક્રમણને કાબુમાં લઇ શકાય.

આ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો ગ્રામપંચાયત અને વેપારી એસોસિએશન અને ગ્રામજનો દ્વારા સાથે મળીને નિર્ણય કર્યો છે. અમુક તાલુકામાં અને ગામોમાં માત્ર આવશ્યક સેવાઓની દુકાન ચાલુ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના પ્રદેશના શહેરમાં અને ગામડાઓમાં સ્વયંભૂ લૉકડાઉન આગામી દિવસોમાં પણ લંબાવાની વિચારણા ચાલી રહી છે.