વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વાંસદાના હનુમાનબારી ગામને કોરોનાનું પ્રમાણ અટકાવવા માટે ગ્રામજનો અને ગામમાં કાર્યરત સરકારના તમામ હોદ્દેદારોએ કમરકસી છે. કોરોના જેવી મહામારી સામે લડવા માટે હનુમાનબારી ગામના ગ્રામજનો સૌ એકઠા બની વાંસદા અન્ય ગામોમાં પણ એક પોઝિટીવ મેસેજ પોહ્ચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ગામને સેનિટાઈઝ કરવાના કાર્યમાં હનુમાનબારી ગામના તલાટી કમમંત્રી અલ્પેશભાઈ અને ગામના સરપંચ રાજુભાઈ તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ તેમજ મુકેશભાઈ તથા વેપારી એશોસિએશનના પ્રમુખ રાજેશભાઈ સોલંકી વગેરેએ સાથે રહીને આખું ગામ સરખી રીતે સેનિટાઈઝ થાય તે અંગે કાળજી રાખી હતી.
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિથી હનુમાનબારી ગામને બચાવવા આ તકેદારી લેવામાં આવી હતી વાંસદા તાલુકામાં કોવીડ-19 હાઇરિસ્કના ગામોની યાદીમાં હનુમાનબારી વાંસદા, ખડકાળા, ગંગપુર, પીપલખેડ, બારતાડ, ઉનાઈ, સિણધઈ, ભીનાર વગેરેનો સમાવેશ થાય છે.

