વર્તમાન સમયમાં જ્યારે ઉનાળો ગરમી સાથે સાથે કોરોનાની વૈશ્વિક મહામારી પણ છેલ્લા એક વર્ષથી ખતમ થવાનું નામ નથી લઇ રહી ત્યારે એવા સંકટ સમયે આદિવાસીઓ આબીલનું સેવન કરે છે. આબીલ એક પ્રકારનું આદિવાસી વિસ્તારમાં પીવાતું વખણાયેલું પીણું છે આબીલ એ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં કુંકણા બોલીમાં બોલતો એક શબ્દ છે  જેણે તાપીમાં ગાઠા અને ડાંગીમાં બોલીમાં પાટા તરીકે ઓળખવામાં આવે છે

ધરમપુરના સારિકાબેન નામની ગૃહણી Decision News સાથે વાત કરતાં જણાવે છે કે  આબીલ એ જુવાર ચોખા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે આબીલનું સેવન કરવાથી શરીરમાં ઠંડક થાય છે. જેનાથી શરીરમાં પાચનશક્તિ પણ વધે છે. સાથે સાથે તડકામાંથી કામ કરીને આવ્યા હોય અને થાક લાગ્યો હોય તો આ આબીલનું સેવન કરવાથી હળવાશ અનુભવાય છે. તેઓ આબીલ બનાવવાની રીત સમજાવતાં કહે છે કે માટે લોટ બરાબર તૈયાર કરીને તેમાં મીઠું નાંખી નાની માટલીમાં પાણી રેડી માટલીમાં બોળી ૧૨ કલાક જેટલો સમય આથવવા ઘરમાં મુકવામાં આવે છે અને સવારે તેને માટલી માંથી કાઢી તપેલીમાં ખાલી કરી ઉકાળીને તૈયાર કરવામાં આવે છે

મંત્રી આદિજાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીના ગણેશભાઈ કહે છે કે  હાલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ઉડાણના વલસાડ, ડાંગ અને તાપી આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં વસતા લોકોને શાકભાજી અને કઠોળ મળવું પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે આદિવાસી આબીલ ગરીબો અને જરૂરીયાતમંદો માટે એક ઉત્તમ પોષ્ટિક આહાર ગણવામાં આવે છે અને મોટા ભાગે અમુક ઘરોને બાદ કરતા આદિવાસી ઘરોમાં આ પીણું બને જ છે. બસ અલગ અલગ બોલીઓ પ્રમાણે આ પીણાને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.