નવસારી: વર્તમાન સમયમાં વધતા કોરોના કેસોને જોતા હવે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 230 બેડના કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે જેથી કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક સારવાર મળી રહે આવા સમયે આજ રોજ ભાજપના પ્રયાસોથી અને દાતાઓના સહયોગથી નવસારીમાં 100 બેડના નમો કોવિડ સેન્ટરનો ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે શરૂવાત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો થયો છે. નવસારીમાં સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થવાના કારણે કોરોનાના દર્દીઓએ ઘરે રહીને સારવાર લેવી પડી રહી હતી આ સ્થિતિ જોઈ નવસારીની સેવાભાવી સંસ્થાઓ આગળ આવી અને લોકોને મદદરૂપ બનવાની તૈયારી બતાવી છે.
આજરોજ નવસારીમાં ભાજપના નેજા હેઠળ અલગ-અલગ ચાર એનજીઓ દ્વારા નવસારી પાલિકાના કોમન પ્લોટ નજીકમાં એચ. દિપક કંપનીની બિલ્ડિંગમાં 100 બેડની નમો કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનુ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં આઠ ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ અને 30 ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે એની સાથે જ હવામાંથી 30 બાટલા ઓક્સિજન જનરેટ કરી શકાય, એ પ્રકારનો પ્લાન્ટ પણ પ્રારંભિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે.

