આહવા: હાલમાં કોરોના કહેર દક્ષિણ ગુજરાતના બધાજ જિલ્લાઓમાં પ્રસરી ચુક્યું છે ત્યારે છેવાડે આવેલો ડાંગ જીલ્લો પણ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયો છે ગતરોજ આહવામાં વધુ 21 જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંકડો 392 થઇ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લામાં રોજેરોજ વિસ્ફોટક સ્થિતિમાં કોરોનાનાં કેસ અને મૃત્યુદર આગળ ધપી રહયો છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારી ડૉ ડી.સી ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ એકીસાથે 21 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે એક વૃદ્ધનું કોરોનાનાં પગલે મોત નિપજયુ છે.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 392 પર પોહચ્યો છે. જેમાંથી 321 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 71 જેટલા દર્દીઓ એક્ટીવ હોય સારવાર હેઠળ છે. હવે લોકોની કોરોના મહામારી પ્રત્યેની સભાનતા અને એનાથી બચવા માટે લીધેલા કાળજીના નિર્ણયો કોરોના કહેર અટકાવવાના પ્રભાવશાળી બનશે એ નક્કી છે.