વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કોટેજ હોસ્પિટલમાં ગતરોજ એક અજુગતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રંગપુર ગામના એક 65 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝીટીવ આવતા વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. આ દર્દી દ્વારા બાથરૂમમાં જવાનું કહેવામાં આવ્યું હતું અને ગતરોજ ડૉક્ટરે વાંસદા પોલીસ અને ઘરવાળાને જાણ કર્યા બાદ 8 દિવસ પછી કોટેજ કમ્પાઉડમાંથી લાશ મળી આવી છે.
મળતી વિગત અનુસાર વાંસદા તાલુકાના રંગપુર ગામના ધોડિયાવાડ ફળીયામાં રેહતા ધીરુભાઈ નાનાભાઈ પટેલ ઉ.વ. 65ની તબિયત લથડતા તારીખ 8 એપ્રિલના રોજ કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેની રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો જેની કોટેજમાં ભરતી કરી સારવાર શરૂ હતી તા. 15મી એપ્રિલના રોજ બાથરૂમમાં જવાનો કહી બેડ પરથી નીકળ્યો હતો. ઘણીવાર રાહ જોયા બાદ ફરી નહિ આવતા ડોક્ટરે વાંસદા પોલીસે જાણવા જોગ ફરિયાદ આપી એમના પુત્રને જાણ કરી હતી. ઘરવાળાએ શોધખોળ કરવા છતાં નહિ મળતા પોલીસ મથકે ગુમની ફરિયાદ નોંધવામાં આવી હતી.
ગતરોજ કોઈક અજાણ્યા વ્યક્તિને કોટેજ કમ્પાઉડમાં ઝાડીમા શવ નજરે પડતા લોકો જોવા ભેગા થયા હતા. તપાસ કરતા ખબર પડી કે આ એજ ગુમ થયેલા શખ્સની બોડી છે ત્યારે બાદ મરનારનો પુત્ર અને અન્ય સગાઓ આવી લાશ ઓળખી પોલીસની હાજરીમાં બહાર કાઢી પી.એમ.રૂમમાં ખસેડવામાં આવી છે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે .
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)