પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને લોકોને રક્ષિત કરવા દુકાન, સંસ્થાઓમાં કામ કરતા 45 ઉપરની વયના કર્મચારીઓને તાકીદે વેક્સિનેશન કરાવવા પાલિકાએ જણાવ્યું છે. નવસારી શહેરમાં પણ હાલના દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

મળતી માહિતી પ્રમાણે હવે કોરોનાથી બચવા વધુને વધુ વેક્સિનેશન કરાવવા ઉપર ભાર મુકાયો છે. નવસારી નગરપાલિકાએ સોમવારે શહેરમાં આવેલ દુકાનો, સંસ્થાઓમાં કામ કરતા 45 વર્ષની ઉપરની ઉંમરના કર્મચારીઓને કોવિડ વેક્સિન લેવડાવવા તાકીદ કરી છે. આ માટે શહેરમાં રીક્ષા પણ ફેરવવાનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વેક્સિનેશન હજુ સુધી ફરીજીયાતનો કોઈ નિયમ નથી પણ કોરોનાને અટકાવવા વેક્સિનેશન જરૂરી છે. જો સમયસર વેક્સિનેશન થઇ જાય તો કોરોનાની ચેન તોડવામાં આપણને સફળતા મળી શકે.