IPL: આઈપીએલની 9મી મેચમાં મુંબઈની સામે હૈદરાબાદનો મુકાબલો હશે. આ મેચ ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં રમાશે. મુંબઈએ આ સિઝનમાં 1 હાર અને 1 જીત મળી છે. તો હૈદરાબાદને આ સિઝનમાં પોતાની જીત હજુ સુધી નોધાવી નથી.
પહેલી મેચમાં 10 અને બીજી મેચમાં 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ ચેપક સ્ટેડિયમમાં પણ હૈદરાબાદે રમેલી તમામ 5 મેચમાં હાર્યું છે. ચેપકની પિચે અત્યાર સુધી બેટ્સમેનોને ઘણી તકલીફ આપી છે. કેન વિલિયમ્સન ડાબી કોણીમાં ઇજાના કારણે એક પણ મેચ રમી શક્યો નથી. તે ધીમી પિચ પર પ્રભાવશાળી સાબીત થઇ શકે છે. તેમે કહ્યું કે એક સપ્તાહમાં તે પુરી રીતે ફિટ થઇ જશે. બોલરોએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. પણ મધ્યમક્રમ મજબુત કરવાની જરૂર છે.
ભુવનેશ્વર કુમાર કમરની ઇજાના લીધે ગયા વર્ષે આઇપીએલમાં ફક્ત ચાર જ મેચ રમી શક્યો હતો, પરંતુ હવે તે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે અને શાનદાર ફોર્મમાં પણ છે. તેણે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-૨૦ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે જણાવ્યું હતું કે ભુવનેશ્વરકુમાર ટીમમાં સંપૂર્ણ ફિટ થઈ પરત આવતા ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે અને ટીમ બધી રીતે એકદમ સંતુલિત બની છે. તેના લીધે આજે હવે સ્થિતિ એવી બની છે કે અંતિમ ઇલેવનમાં કોને પસંદ કરવા અને કોને ન કરવા, જો કે આ સ્થિતિ ઘણી સારી કહી શકાય કે ટીમ પાસે ઘણા વિકલ્પો છે.
સંભવિત ટીમ: સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, બેસિલ થમ્પી, ભુવનેશ્વરકુમાર, જેસન હોલ્ડર, જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, પ્રિયમ ગર્ગ, રશીદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ એહમદ, ટી નટરાજન, વિજય શંકર, વિરાટસિંહ, રિદ્ધિમાન સહા, જગદીશા સુચિથ, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન, જેસન રોય.
મુંબઈ ઇન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), આદિત્ય તારે (વિકેટકીપર), અનુકૂલ રોય, અણમોલ પ્રીતસિંહ, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડયા, ઇશાન કિશન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડયા, મોહસીન ખાન, ક્વોન્ટન ડી કોક, રાહુલ ચહર, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલ્ન, નાથન કુલ્ટર નાઇલ, પિયુષ ચાવલા, જેમ્સ નીશામ, યુધવીર ચરક, માર્કો જેન્સેન, અર્જુન તેંડુલકર.