વલસાડ: ગતરોજ વલસાડ LCB પોલીસે વલસાડમાં કોસ્ટલ હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી. જોકે પોલીસે પીછો કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી અને ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ટ્રકમાંથી અંદાજે 7 લાખની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળેલી માહિતી પ્રમાણે વલસાડ LCB પોલીસને મળેલી બાતમીને આધારે LCB પોલીસે વલસાડ નજીક કોસ્ટલ હાઇવે પર વોચ ગોઠવી હતી. પરંતુ પરિસ્થિતિ પારખી જઈ અને પોલીસ હોવાની જાણ થતાં ટ્રક ચાલકે પુરઝડપે કોસ્ટલ હાઇવે પર ટ્રક દોડાવી મૂકી પરંતુ પૂરી તૈયારી સાથે બેઠેલી LCB પોલીસની ટીમે ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કર્યો અને વલસાડના મગોદ નજીક પહોંચતા જ LCB પોલીસની ટીમે ફરાર થઈ રહેલી ટ્રક ને ઝડપી પાડી હતી. પરંતુ ટ્રકચાલક અગાઉ થી જ ટ્રકને હાઇવે પર જ મૂકી અને ઘટના સ્થળેથી નાસી ગયો હતો.
વલસાડ પોલીસે ટ્રકમાંથી અંદાજે સાત લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટના વિષે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.