સુરત: વર્તમાન સમયમાં કોરોના મહામારીની પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વણસી ત્યારે સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. અંતિમ વિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહોને બાળવા માટે લાકડા પણ ખૂટી રહ્યાં છે. પરંતુ મૃતદેહોના અંતિમ સંસ્કારનું લિસ્ટ લંબાયું છે.
Zee ૨૪ કલાક દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ આપતા સુરતના અશ્વિની કુમાર અને રામનાથ ઘેલા સ્મશાન ઘાટના પ્રમુખ હરીશભાઈ ઉમરીગર જણાવે છે કે, અહી રોજ 100 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે. સુરતના નવા પાલ, લિંબાયત સ્મશામ ગૃહમાં લાકડાની અછત ઉભી થઈ છે. ત્યારે સુરતમાં હવે બેડ, ઓક્સિજન બાદ હવે લાડકાની અછત ઉભી થઈ છે. ત્યારે હવે સુરતના રસ્તા ઉપરના વૃક્ષો ટ્રીમીગ કરી લાકડા અને ડાળીઓ સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવી રહી છે.
તમે જાણીને ચોકી જશો કે હાલમાં સુરતમાં જ રોજના દસેક ટ્રક ભરીને નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાં લવાઈ રહ્યાં છે. એકલા સુરતમાં જ 2.88 લાખ કિલો લાકડાં વપરાઈ ગયાં છે. આટલી ગંભીર પરિસ્થિતિએ દક્ષિણ ગુજરાતના પ્રદેશના લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે લોકો વિચારી રહ્યા છે કે આ પરિસ્થિતિ પર આપણે કાબુ મેળવી નથી શકતા તો આવનારું ભવિષ્ય કેવું હશે.

