પારડી: આજ રોજ ૧૪” એપ્રિલ મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરજી ની જન્મજયંતિ નિમિત્તે પારડી તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં વર્તમાન સમયની કોરોના મહામારીની પરિસ્થતિને ધ્યાનમાં રાખી હેન્ડ સેનિટાઇઝર તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના દંડક શ્રી અંકિતકુમાર પટેલ પારડી યુવા મોરચા ઉપ પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર મયંક રામુભાઇ પટેલ, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ, ભાજપ તેમજ માહ્યાવંશી સમાજ અગ્રણી ચંપકભાઈ માહ્યાવંશી તેમજ યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Decision News સાથે વાત કરતા સામાજિક કાર્યકર મયંક પટેલે જણાવ્યું કે આજના યુવાનો માટે કપરી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર કેવી રીતે સ્થિતિ સામે લડીને પોતાનું જીવન વર્ષો વર્ષ લોકોના મુખે વખણાય એવું બનાવવું’ એનું ઉત્તમ ઉદાહરણ બાબા સાહેબ સિવાય કોઈ હોય ન શકે આજે ખરેખર તેમના વિચારો અને આદર્શો ન્યુ જનરેશન માટે પ્રેરણાદાયી બનશે એમાં કોઈ બે મત નથી. અંકિત પટેલે જણાવ્યું કે આજના આ અવસર પર ચાલો સંકલ્પ કરીએ કે આપણે બાબા સાહેબના વિચારોના વારસાનું જતન કરીશું.