દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર તિવ્રગતિએ વધી રહ્યો છે, કોરોના ની બીજી લહેરમાં શહેરો કરતા ગામડાઓમાં કેસો વધી રહ્યા છે, તે જોતા હવે કોરોનાએ માત્ર ચોક્કસ શહેરો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનો ભરડો લીધો છે અને દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

નોંધવામાં આવેલી માહિતી પ્રમાણે જોઈએ તો છેલ્લા ૧૦ દિવસમાં જ દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં કેસો ડબલ ગતિ એ વધ્યા છે કોરોનાના કહેરના આંકડા પણ ગંભીર બની રહ્યાં છે. આજ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 31 માર્ચે 162 કેસ હતા જે વધીને 461 સુધી પહોંચી ગયા છે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં વીતેલા ૧૦ દિવસોમાં તો કોરોનાએ ખૂબ ઝડપથી પગપેસારો કર્યો છે પ્રદેશના શહેરોની સાથે જે રીતે ગામડાઓમાં કોરોનાની ગતિ વધી રહી છે. તે જોતાં કોરોનાની લહેર ખતરનાક સાબિત થઈ શકે છે.