ગુજરાત: સામાન્ય રીતે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે વર્ષ 2020 જેટલું ભયંકર રહ્યું છે તેવી સ્થિતિ વર્ષ 2021ની પણ છે. બોર્ડના પરીક્ષાર્થીઓ માટે વધુ એક વખત ચિંતાનો સમય આવી ચૂક્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ઉપર ફરી એક વખત કોરોનાનું ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે.
આજે ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે બોર્ડની પરીક્ષાઓ રદ કરવા માટે માંગ ઉઠી રહી છે. જ્યારે સરકાર અને CBSE પરીક્ષાઓને કોઈપણ કાળે રદ કરવા તૈયાર નથી પરંતુ તેની તારીખમાં ફેરફાર કરી શકે છે. બોર્ડની પરીક્ષાઓ 4 મેના રોજથી શરુ થવાની હતી. જેમાં માત્ર ૨૦ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સ્થિતિ વધુને વધુ નાજુક થઇ રહી છે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કોરોનાના લીધે મહારાષ્ટ્ર બોર્ડએ પરીક્ષાની તારીખ આગળ વધારી દીધી છે. ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રાલય અને CBSE પાસે પરીક્ષા રદ કરવા માટે માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષા મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યા અનુસાર પરીક્ષાની તારીખો મોડી કરવા આ અંગે વિચારણા ચાલી રહી છે. જોકે કોઈ પણ સંજોગોમાં પરીક્ષા રદ કરવામાં કે ઓનલાઈન લેવામાં આવશે નહીં. માત્ર પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે. પરંતુ આ સંદર્ભે આવનારા સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે.