ચીખલી: ગુજરાતમાં કોરોના મહામારી એટલે કે કોરોનાના કહેરને અટકાવવા માટે આજે તમામ પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં લેવાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે પણ આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રાનકુવા ખાતે D.G.V.C.L ની પોળ કલાયમબિંગ ટેસ્ટ યોજવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક વહીવટીતંત્રનું લોકોમાં ખુબ જ નિંદા થઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોરોના સંક્રમણ વધારે પ્રમાણમાં ન ફેલાઈ એની કાળજી લેતા હાલના સમયમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવા આવી છે આ સંજોગોમાં ચીખલી તાલુકા લેવાયેલ આ D.G.V.C.Lની પોળ કલાયમબિંગ ટેસ્ટ સ્થાનિક વહીવટી તંત્રના ઉંઘતા હોવાના પ્રમાણ આપે છે  આ પરીક્ષામાં જિલ્લાના આજુબાજુના ગામડાઓમાંથી સ્થાનિક ૪૪૮ જેટલા યુવાનો હાજર રહી આ પરીક્ષા આપી હતી હતી.

આ પરીક્ષાના કારણે સ્થાનિક વહીવટીતંત્ર પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આ યુવાનોના જીવને અધ્ધરતાલ રાખવા અને જો એમને કોરોના સંક્રમણ થાય તો એના માટે જવાબદાર કોણ ? આ ઉપરાંત વહીવટી તંત્ર જે કોરોના સંક્રમણને અટકાવવાના જે પ્રયાસો હાથ ધર્યાનું જણાવે છે તે ખાલી લોકોને આશ્વાશન પુરતું જ હોય એમ લાગે છે ? કારણ કે તમામ તાલુકા અને જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં કેસો વધી રહ્યા છે ત્યારે આ પ્રકારનું બેજવાબદારી ભર્યું પગલું ચીખલીની વહીવટી તંત્ર કઈ રીતે લઇ શકે એ મોટો સવાલ છે ? અને જો આ પરીક્ષા લેવાવવાની એ વહીવટીતંત્ર જાણતું ન હોય તો શું એ ઘોર નિંદ્રાધીન બન્યું છે ? આવા અનેક સવાલો લોકો ઉભા કરી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રના આવા બેજવાદારી ભર્યા કાર્ય પર સ્થાનિક જનતા અને નવસારી વહીવટીતંત્ર પગલાં ભરશે એ અજોવું રહ્યું.