વાંસદા:  નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટા ફળીયા ખાતે આવેલા ચાર રસ્તા પર બંપર ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જેનાં લીધે અવાર-નવાર અકસ્માતોમાં લોકો ગંભીર રીતે ઘવાયા છે તેમ છતાં તંત્ર કોઈ પગલાં લીધા નથી.

આ અંગે લોકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ વાંસદા ખાતે વારંવાર રજૂઆત છતાં કોઈ પણ પ્રકારનાં પગલાં લેતું હાલ સુધીમાં બંપર મૂકવાની કે અન્ય સમારકામની પણ કામગીરી કરતી નથી. શું માર્ગ અને મકાન વિભાગ વાંસદા આ ચાર રસ્તા પર કોઈની બલિની રાહ જોઈ રહી છે ? આ બાબતે આ વિસ્તારનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં અધિકારીઓનાં પેટનું પાણી નથી હલતું.

Decision News સાથે વાત કરતા તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન જણાવે છે કે જો આવનારા થોડા દિવસોમાં વાંસદાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંપર મૂકવાની કે એના સમાર કામની કામગીરી કરવામાં નહિ આવે તો લોકોની પરેશાનીના નિવારણ માટે તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.