તાપી: કોરોનાના કહેર વચ્ચે અવનવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે પણ ગતરોજ એક એવી ઘટના સામે આવી છે જે માનવતાને લજવે એવી છે સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલ ચોરવાડ ગામમાં તાપી જિલ્લા LCBએ બાતમીના આધારે એક કન્ટેઇનર અટકાવી તપાસ કરતા એમાંથી પાસ પરમિટ વિનાના 28,08,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડયો હતો.
મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના નવાપુરના બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ બડોગેએ કન્ટેઇનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ મોક્લ્યો છે એવી બાતમી LCBને મળતા માંડળ ટોલનાકા પાસે આવેલ ચોરવાડ ગામની સીમમાં બાતમી મુજબનું કન્ટેઇનર MH-43-BA-7774 આંખે ચડતા તેને રોકવા આવ્યું. કન્ટેઇનર ચાલકની પૂછપરછમાં વાહનમાં દવાનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે કન્ટેઇનરની પાછળ લાગેલા સીલ તોડી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટનાક્રમમાં કન્ટેઇનરમાંથી વિદેશી દારૂની કુલ 18,960 બોટલ મળી આવી હતી કે જેની કિંમત 28,08,000 જેટલી થાય છે. ઉપરાંત અન્ય ચીજો અને ટ્રક મળી કુલ 38,20,500 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પડયો હતો.