વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકા પશ્ચિમ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલ લિમઝર રાઉન્ડના મોજ પ્રતાપનગર મોટા ફળીયાના રહેવાસી શ્રી પ્રવીણભાઈ છોટુભાઈની અરજીના અનુસંધાને દીપડા માટેનું પાંજરું તારીખ ૦૩/૦૪/૨૦૨૧ના રોજ પ્રતાપનગર મોટો ફળીયા ખાતે ગોઠવવામાં આવેલ હતું

મળતી માહિતી મુજબ તા.૦૩/૦૪/૨૦૨૧ ના રાત્રી દરમ્યાન વન્યપ્રાણી દીપડી અંદાજે બે વર્ષની પાંજરામાં પુરાયેલ જે બાબતનો મેસેજ શ્રી જે ડી રાઠોડ રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી ને મળતા તુરંત જ સ્ટાફ સાથે સ્થળ પર જઈ પાંજરે પુરાયેલ દીપડીને વાંસદા ખાતે લાવી પશુ ચિકિત્સાલય લીમઝર પાસે હેલ્પ ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ અને નાયબ વન સંરક્ષક શ્રી વલસાડ ઉત્તર તથા મદદનીશ વન સંરક્ષક શ્રી વાંસદાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી દીપડી ને મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ બનાવ બાદ સમગ્ર પંથકમાં ચિંતાનું વાતાવરણ દુર થયું છે અને અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો