નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં અચાનક આજે સવારથી જ આજે વાતાવરણમાં પલટો આવતાં વાતાવરણ વાદળછાયુ બન્યું છે અને ગરમી ઓછી થતાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

આજે જિલ્લામાં અમુક વિસ્તારોમાં તો લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાતા વહેલી સવારે ઝાકળથી રસ્તાઓ પણ ભીના થયા હતા. આ એકાએક વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોને કેરીના પાકોમાં નુકસાન થવાનો ભય જોવા મળી રહ્યો છે

     

નવસારીમાં હાલમાં કેસર, હાફૂસ, લંગડો અને રાજપુરી કેરી ખાસ મોટા શહેરોમાં એક્સપોર્ટ થાય છે. અને સ્થાનિક સ્તરે વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેરીના પાકને ખુબ જ નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી છે. વીતેલા વર્ષોમાં પણ ગરમીની સિઝનમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું હતું જેણે કારણે આ વર્ષે પણ ખેડૂતોમાં કેરીના પાકને લઈને ચિંતા વાજબી છે.