ગુજરાતમાં જેટ ગતિએ બુધવારે વધેલા ૨૩૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ કેસ છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે ૨૨૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા સપ્તાહમાં ૧૧,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં બુધવારે Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થઇ ચુક્યા છે.
ખતરાની ઘંટી એ છે કે, એક્ટિવ કેસનો આંકડો ૧૨ હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ ૧૨૬૧૦ પર પહોંચ્યો છે. જેમાંથી ૧૫૨ લોકો વેન્ટિલેટર પર અને ૧૨૪૫૮ લોકો સ્ટેબલ છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૪૯,૪૫,૬૪૯ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.











