વર્તમાન સમયમાં જોઈએ તો ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 26 માર્ચે 2000થી નીચે નવા કેસો હતા જે ત્યાર બાદ ઉત્તરોત્તર વધતા 27 માર્ચે 2276, 28 માર્ચે 2270 નવા કેસ સામે આવ્યાં હતા. જયારે ગત રોજ 29 માર્ચે સતત ત્રીજા દિવસે 2200થી વધુ કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં 29 માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2252 કેસ નોંધાયા છે, જયારે કોરોનાથી 8 દર્દીઓના મૃત્યુ થયા હતા ગતરોજ અમદાવાદ અને સુરતમાં ત્રણ-ત્રણ અને પંચમહાલ અને રાજકોટમાં એક-એક દર્દીના મૃત્યુ થયાની જાણકારી મળી હતી. હાલમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,03,167 થઇ છે તેમજ મૃત્યુઆંક 4500 થવા આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે હાલમાં કોરોનાના નાવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. અમદવાદમાં સૌથી વધુ 603, સુરતમાં 602, વડોદરામાં 201 અને રાજકોટમાં 198 કેસો સામે આવ્યાં છે. ગુજરાતમાં નવા કેસોમાં 60 ટકા જેટલા કેસો માત્ર આમદાવાદ અને સુરતમાં જ નોંધાયા છે. છેલ્લા 6 દિવસમાં જ ગુજરાતમાં એક્ટીવ કેસનો આંકડો 12,000 થી વધી ગયો છે.