દક્ષિણ ગુજરાત: ઠેર ઠેર હોળીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ, ત્યારે દક્ષિણ ગુજરાતના ગામોમાં પણ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને સંધ્યા સમયે લોકોએ હોળી પ્રગટાવીને પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી. હોળીમાં ધાણી, ખજૂર, ચણા, કેરી અર્પણ કરીને લોકો ઢોલ નગારા અને નાચ ગાન સાથે હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ દરમિયાન રોગમુક્તિ અને સારુ સ્વાસ્થ્ય રહે તેવી પ્રાર્થના કરી.
હોળી પર્વે પોતાના આરાધ્યદેવની ખાસ પૂજા કરે છે. અને પોતાની બાધા આખડી પૂરી કરે છે અને પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની પણ પૂજા કરે છે. હોળીનો પર્વ એટલે આસુરી વૃત્તિ પર વિજયનો ઉત્સવ. સાથો સાથ રંગ અને ઉલ્લાસનું પર્વ પણ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે આ વખતે દક્ષિણ ગુજરાતના ગામોમાં અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં ગામના નાના બાળકો, સ્ત્રીઓ, યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો દક્ષિણ ગુજરાતના વિસ્તાર જે વર્ષો થી પરંપરાગત ચાલી આવે છે, ગતરોજ પણ પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી.