પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્તરે ક્રમશ ખુબ જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ બપોરે પારો ૩૯.૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. નવસારી પંથકમાં હાલના દિવસોમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને તેને લઈ ગરમી પણ વધી રહી છે.

મળેલી આંકડાકીય વિગત જોઈએ તો ૨૩મીએ ૩૭ ડિગ્રી, ૨૪મીએ ૩૮.૫ ડિગ્રી અને ૨૫મીએ બપોરે ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ૨૬મીએ તો બપોરે પારો ૩૯.૫ ડિગ્રીએ હતો. તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચી જતા કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો.

નવસારી જિલ્લામાં ગતરોજ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સાથે હવામાં ભેજના પ્રમાણમાં ઘટાડો થયો હતો. ભેજનું પ્રમાણ સવારે ૪૭ ટકા તો બપોરે તો માત્ર ૨૦ ટકા જ નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન ૯.૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. પવનના કારણે ગરમીમાં સાધારણ રાહત થઈ હતી.