દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ધરમપુર: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને આને જ સાર્થક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે ગત રોજ નવજાત જન્મેલા બાળકનો જીવ બચાવવા અને માતા બંનેને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તાનું કામ ચાલતું હોવાથી 108 હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ ન હતી. જેની જાણ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર થતાં હોસ્પિટલ સ્ટાફ ઓક્સિજનની બોટલ લઇ નવજાત શિશુ અને તેની માતા પાસે જઈ તેમનો જીવ બચાવ્યો હતો

મળતી વિગતો અનુસાર વાંસદાની મોટી કોરવળ ગામના ઉપલા ફળિયામાં રહેતી 19 વર્ષીય મીનાબેનને પ્રસૃતીની પીડા ઉપાડતા આહવાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી પરંતુ નવજાત બાળકની ડિલિવરી વખતે બાળકને બહાર નીકળતી વખતે ફસાઈ ગયું હતું. જેના કારણે ડીલેવરી થતા વખતે નવજાત શિશુને માથાના ભાગમાં ઓક્સિજનનું પ્રમાણ નહીવત મળતું હતું તેથી મોડી રાત્રીએ ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે આહવાની સરકારી હોસ્પિટલમાં જન્મેલા નવજાત બાળકમાં ઓક્સિજનની અછત કારણે 108ની મદદ મેળવીને નવજાત શિશુને સારવાર માટે તાત્કાલિક ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવું પડે તેમ હતું.

વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં નગર પાલિકા દ્વારા રસ્તો ખોદીને બનાવવાની કામગીરી ચાલુ હતી જેથી 108 હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ ન હતી. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના ફરજ ઉપર હાજર તબીબ અને સ્ટાફને 108ની ટીમ દ્વારા રસ્તો ખોદાઈ રહ્યો હોવાની જાણ કરતા હોસ્પિટલના તબીબે જરૂરી ઉપકરણ લઈ જોડે ખોદાયેલા રોડ વચ્ચે રાત્રિના 10:30 વાગે પહોંચી ડોક્ટરે નવજાતને પોતાના હાથમાં રાખી સારવાર શરૂ કરી હતી આદિવાસી વિસ્તારમાં જન્મેલા નવજાત શિશુને બચાવવાની આ ઘટના બાદ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફની આ કાર્યનિષ્ઠાને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.