ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં શિક્ષણમાં ખુબ જ માઠી અસર થઇ પડી છે એમ કહેવું ખોટું નથી કોરોના મહામારીમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ અને લોકડાઉન થયું હતું. લગભગ એક વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ થયું હતું. હાલમાં ફરીથી હવનમાં હાડકા સમાન મહાનગરપાલિકામાં આવેલ શાળાઓને તાળા લાગ્યા. રાજય સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણને પુન: બંધ કરવામાં આવ્યું છે.
કોરોનાની મહામારીના વધી રહેલા કેસોના સંજોગોને ધ્યાનમાં લઇ ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવશે. આજની કેબિનેટમાં શિક્ષણ માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો જેમાં ખાસ તો કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓ છે. સરકાર પણ વિદ્યાર્થીઓનો વિચાર કરી અને તેમનું હિત જોતી હોય છે. વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મૂંઝવણ થવા પર ઓનલાઇન તેમની બધી જ અભ્યાસને લગતી મુંઝવણ દુર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
પરંતુ મહત્વનું એ છે કે આ ઓનલાઇન અને ઓફલાઈન ચાલુ બંધ થતાં શિક્ષણમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુંઝવણ વધી છે. આ બાબતે decision newsએ વાંસદાના ૧૦ અને ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ જોડે વાત કરી- તો તેમનું કહેવું છે કે ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને સાનુકૂળ વાતાવરણ શાળામાં મળી રહે છે. તેઓ શાળામાં જે અભ્યાસક્રમ ચાલે છે તેને વધુ સારી રીતે સમજીને ગ્રહણ કરી શકે છે જોકે વાંસદામાં શાળાઓ બંધ થવાની નથી. પણ આવનાર સમય કેવો હોય શું ખબર વાંસદામાં પણ શાળાઓ બંધ કરવાનો વારો આવશે અને ફરીથી ઓફલાઈનની જગ્યાએ અહીના સ્થાનિક બાળકો પણ ઓનલાઈન શિક્ષણમાં ફરી પાછા ફરશે.
આ કોરોનાના કારણે ઓનલાઇન અને ઓફલાઈન થઇ રહેલા શિક્ષણમાં વિધાર્થીની અભ્યાસમાં તો અસર પડશે જ પણ વાલીઓની મુંઝવણમાં વધારો થશે એ નક્કી છે.