ગુજરાત: વર્તમાન સમય કોરોના ગુજરાતમાં ફરીથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવનાર મહિને લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. ગુજરાતમાં ગમે ત્યારે લોકડાઉન થાય એવી સ્થિતિ છે. આવા સમયે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ હોળીને લઈને જણાવ્યું કે, કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી આ વર્ષે નહિ કરી શકાય.
ગુજરાતના DGP આશિષ ભાટિયા આજે પત્રકાર પરિષદમાં કહ્યુ કે કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. નાગરિકો રિલેક્સ થવાના કારણે ફરીથી કોરોના કેસોનું પ્રમાણ વધ્યું છે. આમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે. આવનારો સમય જ આગળના નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
વડોદરા પોલીસ ભવનમાં DGP આશિષ ભાટીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના દ્વારા C ટીમ માટે કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. C ટીમની મહિલા પોલીસ જવાનોને બૂલેટ બાઈક ફાળવી હતી.