પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: વર્તમાન સમયમાં આત્મહત્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી હતી ત્યારે વાંસદા તાલુકાના પાલગભણ ગામના ચોકી ફળીયામાં રહેતા સુમનભાઈ લીંમજીભાઈ કોટવાળીયા અગમ્ય કારણસર આત્મહત્યાની એક વધુ ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના પાલગભણ ગામના ચોકી ફળીયામાં રહેતા સુમનભાઈ લીંમજીભાઈ કોટવાળીયા અગમ્ય કારણસર નારાયણભાઈ ઇન્દિરા આવાસના મકાનના પાછળ આવેલ સીતાફળના ઝાડ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

અચાનક ઘટેલી આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં આઘાતની લાગણી ફેલાઇ ગઈ હતી. હાલમાં મૃતક પરિવાર પર શોકમગ્ન બન્યું છે. હજુ સુધી આત્મહત્યાનું કારણ જાહેર થયું નથી. આ અંગે મજુંલાબેન લીમજીભાઈ કોટવાળીયાએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.