પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સંકલિત ડેરી વિકાસ યોજના મહત્વપૂર્ણ છે એમ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાનું કહેવું છે તેમણે વધુમાં કહ્યું કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજના આ સરકારે અમલી લાવી છે જેમાં આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સંકલિત ડેરી વિકાસ યોજના ખાસ છે.

તેમનું કહેવું છે કે સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત આર્થિક સધ્ધરતા વધી છે, જીવનધોરણ ઊંચુ આવ્યું છે, સ્થળાંતર ઓછું થયું છે. અને સ્થાનિક રોજગારી વધી છે. તેમણે આ યોજના અંતર્ગત પશુદીઠ વર્ષ 2013-14માં યુનિટ કિંમત રૂા. 39,400 હતી, જે વર્ષ 2014-15માં વધારી રૂા. 54,400 કરી છે.

ગુજરાતના દાહોદ જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પ્રશ્નનો ઉત્તર આપતા વસાવાએ કહ્યું કે ફેબ્રુઆરી-2021 સુધી દાહોદ જિલ્લાના નવ તાલુકાઓમાં 1049 લાભાર્થીઓને લાભ આપી રૂા. 3.40 કરોડ ખર્ચ કર્યો છે.