તાપી: સોનગઢ ઉચ્છલ તાલુકાના ઝરણપાડામાં રાત્રીના સમયે સર્જાયેલી અકસ્માતની ઘટનામાં ગામમાં રોડની સાઈડમાં સિંચાઇ વિભાગ દ્વારા પાણીની લાઈનો માટે ખોદવામાં આવેલ ગટરમાં એક્ટિવા ચાલકના પડવાથી માથામાં ગંભીર ઇજા થઇ હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મળેલી માહિતી પ્રમાણે નવાપુર તાલુકાના ઝામણઝર ગામમાં રહેતા દેવલીયાભાઈ બાલુભાઈ માવચી ખેતી અને મજૂરી કરી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. ગત રોજ ખોખરવાડા ગામે દેવલીયાભાઈને કોઈ સગાનું મૃત્યુ થયાની જાણકારી મળી અને તેઓ પોતાની એકટીવા નંબર GJ-26-S-0981 લઇ એ ઝામણઝર ગામમાં સગાના ત્યાં રાત્રી બેઠક માટે ગયા હતા
પાછા પોતાના ગામમાં ફરતી વખતે ઝરણપાડા ગામમાં સિંચાઇ વિભાગ દ્વારા પાઈપલાઈન નાખવા ખોદવામાં આવેલ ખાડા નજીક ગોઠવેલ આડશને ટક્કર લાગી એક્ટિવા બાઈક સાથે ખાડામાં પડતાં એમને માથામાં કપાળનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી તેથી તેમને તાત્કાલિક વ્યારાના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં હતા.જ્યાં તેમને થોડીવાર મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. હવે વિચારવું આપણે રહ્યું કે આ અકસ્માતની ઘટના માટે જવાબદાર કોણ ? મૃતક કે સિંચાઈ વિભાગની બેદરકારી !