નાનાપોંઢા: કપરાડા તાલુકાના પાનસ ગામ સ્થિત ડુંગરી ફળિયા પાસેના ગ્રાઉન્ડ પરથી પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર માટેની મેરેથોન દોડ સ્પર્ધા પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજક શાંતિગીરી ઈંગ્લીશ એકેડમીના સંચાલક હનુમાન મૂંડે હતા. વલસાડ, વાપી, સુરત, ડાંગ, સેલવાસ, મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી બસો પચાસથી વધુ સ્પર્ધકોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. વલસાડ, વાપી, સુરત, ડાંગ, સેલવાસ, મહારાષ્ટ્ર જેવા વિસ્તારો માંથી હરીફો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 6.30 કલાકે પ્રથમ દસ કિલોમીટર મેરેથોન દોડવીરોને લીલી ઝડી આપવામાં આવી. પાંચ કિલોમીટરમાં પાનસ ગામથી ખૂટલી ફાટક અને જોગલેલ સુધી પરત દોડવીરો એ દોડ લગાવી હતી. દોડવીરોને હાઇવે પર વાહનોને અટકાવી રસ્તો ખુલ્લો કરી આપવામાં નાના પોઢા પોલીસના જવાનો હાજર રહી સેવા આપી હતી. આ ઉપરાંત ગામના યુવાનો દ્વારા સારો સહયોગ મળ્યો હતો. પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરમાં પ્રથમ થી પાંચ ક્રમ વિજેતા દોડવીરોને સિલ્ડ, મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા સમગ્ર પ્રતિસ્પર્ધીઓને મેડલ આપી નવાજ્યા હતા.
મેરેથોન દોડના મુખ્ય આયોજક કરતા હનુમાન મૂંડે ડિસીઝન ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે આ મેરેથોન દોડ કપરાડામાં પ્રથમવાર યોજવામાં આવી હતી. તેમ છતાં સ્પર્ધકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ વિસ્તારના બાળકોમાં શક્તિ ખૂબ પડેલી છે, આવડત છે પરંતુ પ્લેટફોર્મ નથી. જેથી જ આ એક બાળકોને આગળ લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેરેથોન દોડમાં સ્પર્ધકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના યુવાનો, આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહી સહયોગ પૂરતો આપ્યો હતો.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)