પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આજે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની કામગીરી ભૂમિકા જોવા મળી રહી છે. એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓની હાજરી અને ભાગીદારી દેખાય રહી છે.

વુમન્સ ડે ના આજના સ્પેશયલ દિવસે  ‘ગુગલ’ દ્વારા પણ મહિલાઓ અને યુવતીઓ માટે Googleના સુંદર પિચાઈએ આજે જાહેરાત કરી હતી કે ‘આજે અમે મહિલાઓ અને યુવતિઓ માટે ગ્લોબલ ઈમ્પેકટ ચેલેન્જની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.’ અમે સામાજિક ઉદ્યોગોને 25 મિલિયન અમેરિકન ડોલર અનુદાન કરશું. જે મહિલાઓને આર્થિક સમાનતા સહિતના લાભ આપવામાં ફાયદાકારક નીવડશે.

મહિલા દિવસ ગૂગલે મહિલાઓ સન્માન પ્રદર્શિત કરતું ખાસ ડૂડલ પણ બનાવ્યું છે. ડૂડલમાં એક એનિમેટેડ વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયોમાં મહિલાઓની ઉપલબ્ધિને ખાસ અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ થયો છે આ માધ્યમથી માહિતી આપવામાં આવી છે કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. એવરેસ્ટ સર કરવાથી લઈને આજે દેશનું નેતૃત્વ પણ કરી રહી છે. આ ઉપરાંત એન્જિનિયર, વૈજ્ઞાનિક, ડૉક્ટર, લેખક સહિત દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની કાબેલિયતને પ્રદર્શિત કરી છે. ગૂગલના આ નિર્ણય મહિલા દ્વારા ખુબ જ વખાણવામાં આવી રહ્યો છે.