ચીખલી: હાલમાં જ સંઘપ્રદેશના અને દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત આદિવાસી સમાજ માટે આઘાત સ્વરૂપ છે ત્યારે આ આપઘાત પાછળના કારણો બહાર આવે અને એના દોષીઓને સજા આપવાની માંગ આદિવાસી સમાજ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

આજે ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના કાર્યકર્તાઓ અને સ્થાનિક આદિવાસી સમાજના લોકો દ્વારા ચીખલી રાનકુવા ખાતે આવેલા BTPના કાર્યાલયથી લઈને ઘેરીયા સર્કલ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીના BTS પ્રમુખ પંકજ ભાઈ, નિકુંજભાઈ, નિરવભાઈ અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં BTP માંથી ઉમેદવારી નોંધાવેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો અને બોહળા પ્રમાણમાં આદિવાસી સમાજના યુવાનો-યુવતીઓ અને વડીલોઓએ ભાગ લીધો હતો.

કેન્ડલ માર્ચમાં ‘આદિવાસી બચાવ ભારત બચાવ’ અને ફાંસી આપો ફાંસી આપો, ‘મોહન ડેલકરના દોષીઓને ફાંસી આપો’ જેવા નારા ગુંજ્યા હતા ત્યાર બાદ સર્કલ પર બેનર લગાવી તેની સામે મીણબત્તી મૂકી ફૂલો અર્પણ કરવામાં આવ્યા હતા. કેન્ડલ માર્ચમાં ભેગી થયેલી જનમેદનીને આદિવાસી નેતા નિકુંજભાઈ અને BTSના નવસારીના પ્રમુખ પંકજભાઈએ સંબોધન કરતા જણાવ્યું કે અગામી સમયમાં BTP અને BTS દ્વારા સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોના તાલુકા સ્તરે આદિવાસી મસીહા મોહન ડેલકરના આપઘાતની તપાસ કરવામાં આવે અને દોષીઓને ફાંસીની સજા આપવામાં આવે તે સંદર્ભે આવેદન આપવામાં આવશે.