ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 365 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 205 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમે 160 રનની લીડ મેળવી લીધી છે. જવાબમાં ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં 30 રન પર ચોથી વિકેટ ગુમાવી છે.
અશ્વિને પ્રથમ ઓવરમાં 2 વિકેટ ઝડપી
અશ્વિને પોતાની પ્રથમ ઓવરમાં જ ઇંગ્લેન્ડના ઝેક ક્રોલે અને જોની બેયરસ્ટોને ઉપરાઉપરી ચોથા અને પાંચમા બોલે આઉટ કર્યા હતા. ક્રોલે 5 રનના વ્યક્તિગત સ્કોરે સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો.જ્યારે તે પછી બેયરસ્ટો શૂન્ય રને રોહિત ના હાથે કેચ આઉટ થયો હતો. જો રૂટે હેટ્રિક બોલ પર સ્કવેર લેગ પર સિંગલ લીધો હતો. ઇંગ્લિશ ટીમની ઓપનિંગ જોડીએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 23.5 ઓવરમાં 63 રનની ભાગીદારી કરી. એ પછીની સાત ઇનિંગ્સમાં કુલ 21.4 ઓવરમાં 39 રન કર્યા. જોની બેયરસ્ટો ભારત સામે છેલ્લી 5 ટેસ્ટમાં 6 વાર શૂન્ય પર આઉટ થયો છે. તેમજ છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ વાર ઝીરો પર આઉટ થયો છે.
https://twitter.com/BCCI/status/1368098273752322051?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368098273752322051%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2F
20 રન પર ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો હતો. સ્પિનર અક્ષર પટેલે ઓપનર ડોમ સિબલી (3રન)ને વિકેટ કીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કર્યો હતો. અક્ષરે જ ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. તેના જ બોલ પર બેન સ્ટોક્સ (2 રન)નો કેચ વિરાટ કોહલીએ ઝડપ્યો હતો.
https://twitter.com/BCCI/status/1368093291074351111?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368093291074351111%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2F
ભારતે 365ના સ્કોર પર છેલ્લી 3 વિકેટ ગુમાવી
ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 7 વિકેટે 294 રનથી આગળ રમતા ઝડપી શરૂઆત કરી હતી. પ્રથમ કલાકમાં તેણે લગભગ 3.5 ની રનરેટથી 50 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે 8મી વિકેટ માટે 179 બોલમાં 106 રનની ભાગીદારી કરી હતી, પરંતુ 365 રન પર ટીમ ઇન્ડિયાએ છેલ્લી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર 43 રન બનાવીને રનઆઉટ થયો હતો. સુંદરે 174 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 96* રન કર્યા.આ પછી, આગામી ઓવરમાં બેન સ્ટોકસે ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજને ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન મોકલી દીધો હતો.
ઋષભ પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી
પંતે 118 બોલ પર 101 રનની ઈનિંગ્સ રમી. આ તેમની કારકિર્દીની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી. એંડરશનના બોલ પર જો રુટે પંતનો કેચ ઝડપ્યો. વિકેટકીપર બેટ્સમેન પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. આ અગાઉ તેણે જાન્યુઆરી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 159 રનની ઇનિંગ્સ રમી હતી. આ બે સદીઓની વચ્ચે તે 2 વખત નર્વસ 90. (97, 91)એ શિકાર બન્યો હતો. એકવાર તેણે અણનમ 89 રન બનાવ્યા હતા. તે જ સિરીઝની પહેલી મેચની પ્રથમ ઇનિંગ્સમાં તે 91 રને આઉટ થયો હતો.
સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ
ઇંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે 227 રને જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ 317 રને અને ત્રીજી મેચ 10 વિકેટે જીતીને મજબૂતાઈ મેળવી છે.