પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દ. ગુજરાતના શહેરોમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના શાળાના સ્ટાફમાં કોરોના પોઝિટીવ કેસ જોવા મળી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ગતરોજ સુરતની  લોકમાન્ય સ્કૂલમાં ધો.12 સાયન્સના 3 વિદ્યાર્થી અને 1 શિક્ષકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમે ધો.12 સાયન્સના તમામ વર્ગખંડો બંધ કરાવવા માટે શાળા સંચાલકોને નોટિસ આપી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શંકાસ્પદ લક્ષણો જણાતા જહાંગીરપુરા ચેક પોસ્ટ પર કોરોના ટેસ્ટીંગ સેન્ટર ઉપર જઇ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીનો રિપોર્ટ પોઝિટીવ આવતા પાલિકાની ટીમે તેણીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટીંગ દરમિયાન શાળાના ધો.12 સાયન્સના અન્ય બે વિદ્યાર્થી સાથે સાયન્સના જ એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના ખબર મળ્યા હતા.

આ જ સ્થિતિ દક્ષિણ ગુજરાતના અન્ય શહેરો કે ગામડાઓમાં ચાલતી ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ જોવા મળી શકે છે પણ આ વિષે કોઈ માહિતી કે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ મોટાભાગની સ્કૂલોમાં જવાબદારી પૂર્વક કરવામાં આવી ન રહ્યા હોય એવું લાગી રહ્યું છે જો ગામડાઓની સ્કુલોમાં પણ તપાસ કરવામાં આવે તો શિક્ષકો અને વિધાર્થીઓમાં ઘણા કોરોના કેસો સામે આવશે એવી ભીતિ સ્થાનિક આરોગ્ય કર્મીઓ અને લોકો સેવી રહ્યા છે. હાલમાં સ્કુલના શિક્ષકો અને વિધાર્થીઓમાં વધી રહેલા કેસોને પગલે વહીવટીતંત્ર શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.