વલસાડ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે થોડા સમય સુધી જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ હતું. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કપરાડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે થોડા સમય સુધી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી બે થી ત્રણ દિવસમાં વરસાદ વરસવાની આગાહી સાચી પડી છે. આજે આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ હતું. અને કપરાડાના કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો જોકે બપોર સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. આ કમોસમી વરસાદને કારણે જિલ્લાના મુખ્ય કેરી ને નુકસાની ની શક્યતા ને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
આમ કપરાડાં અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે કેરી પાકને નુકશાનની થઈ રહ્યું છે. શાકભાજી અને અન્યય શિયાળુ પાક ને પણ નુકસાન થવાનીી શક્યતા છે. કમોસમી વરસાદથી આંબા ઉપર આવેલા મોર ખરી પડે છે. સાથે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. જોકે હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં બે થી ત્રણ દિવસ વાતાવરણ વાતાવરણમાં પલટો આવશે એના કારણે જ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.