નવસારી: ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા ઉત્થાન કાર્ય બહુ જ ઝૂઝ પ્રમાણમાં થાય છે તેવામાં આ પહેલ પ્રસંશનીય છે ચીખલી તાલુકામાં 100 થી 200 બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આર્થિક રીતે પગભર બને તે માટે ચીખલીમાં શારદા ફાઉન્ડેશન દ્વારા પેપરડીસના કારખાનાની શરૂવાત કરવામાં આવી છે. જેના ઉદેશ્ય મહિલાઓ આર્થિક રીતે પગભર બને એવો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં આ બિઝનેસમાં કામ કરી મહિલાઓ વધુને વધુ રોજગારી મળવી શકે અને મહિલાઓનું જીવન ધોરણ પણ ઉંચું આવે એવો પ્રયાસ થયો છે. આવનારા દિવસોમાં આ બિઝનેસમાં કામ કરતી મહિલાઓને વધુને વધુ રોજગારી મળે અને મહિલાઓનું જીવન ધોરણ પણ ઉંચું આવે એવો ઉદેશ્ય છે. આવશે. ચીખલીમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી શારદા ફાઉન્ડેશન ટ્રસ્ટ આ પ્રકારના મહિલા સશક્તિકરણના કર્યો કરતુ રહ્યું છે.
શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઇ દેસાઈએ પેપર ડિસ બનાવવાના એક કારખાનાનું સોનલબેન રોચાની (શક્તિ ફાઉન્ડેશન) દ્વારા ઉદ્દઘાટન કરી પ્રથમ પગલાં રૂપે 25 બહેનોને રોજગારી આપવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રસંગે શિવાનીબેન દેસાઈ, હેતલબેન ઘાસવાલા, રીનાબેન વાચ્છાની, જેતલબેન દેસાઈ, ડૉ.બીનીતા પટેલ, ડો.ચિકિતા પટેલ હાજર રહ્યા હતા. શારદા ફાઉન્ડેશનના સહ સ્થાપક સોનલબેન દેસાઈએ તમામ બહેનોને આભાર માની ભવિષ્યમાં આવી બહેનોને સાથ-સહકાર આપવાનું જણાવવામાં આવ્યું.