ગુજરાત સમાચાર ફોટોગ્રાફ્સ

મહારાષ્ટ્ર: આજકાલ મહારાષ્ટ્રના એક વ્યક્તિ અજીબ કારણને લઈને પ્રકાશમાં આવ્યો છે. જનાર્દન નામે ઓળખાતો આ વ્યક્તિ એક ખેડૂત છે તેણે પોતાના ડેરીના ઉદ્યોગને મોટો કરવા અને ગતિ આપવા માટે ખેડૂતએ લગભગ 30 કરોડ રૂપિયાનો ખર્ચ એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. આ વાત જાણી થોડું અજીબ લાગે પણ આ હકીકત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ભિવંડીનો આ ખેડૂતે તેના ડેરી વ્યવસાય માટે 30 કરોડ રૂપિયાના હેલિકોપ્ટરની ખરીદી કરી છે. જનાર્દન એક બિલ્ડર પણ છે હાલમાં જ  તેમણે ડેરીના ધંધામાં ઝંપલાવ્યું છે. તેમનું સપનું છે કે દેશના વિવિધ ભાગોમાં દૂધ વેચી શકાય. જનાર્દનનું કહેવું છે કે, તેમણે ડેરીના વ્યવસાય માટે પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં પ્રવાસ કરવો પડ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે મારે તેની ડેરી વ્યવસાય અને ખેતી માટે જરૂરી છે. રવિવારે એક હેલિકોપ્ટરને ટ્રાયલ માટે જનાર્દનના ગામમાં મોકલવામાં આવ્યું હતું. જનાર્દનને દ્વારા ગામના પંચાયતના સભ્યોને પણ હેલિકોપ્ટરની મુસાફરી કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે 2.5 એકર જમીનમાં હેલિપેડ બનાવ્યું હતું. આ સિવાય હેલિકોપ્ટર, પાઇલટ રૂમ અને ટેક્નિકલ રૂમ માટે ગેરેજ પણ હશે. જનાર્દને કહ્યું કે તેમનું હેલિકોપ્ટર 15 માર્ચે આવી જશે.