વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો રોજના નવા-નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું ખાતર મેળવી બારોબાર વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં ગેરકાયદે અન્ય રાજ્યોમાં ખાતર વેચાણ કરનારા નવસારીના વાંસદાના એગ્રો સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. વાંસદા તાલુકાના ગામો અને આસપાસના તાલુકાના ગામોમાં પણ ખાતર વેચવાનું કાર્ય કરવામાં આવી રહ્યું હતું
જેમાં વાંસદા તાલુકાની ABC કંપની દ્વારા ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી ગેરકાયદે રાજ્ય બહાર વેચાણ કરતાં ABC એગ્રોના સંચાલક ચિરાગ પટેલની વાંસદા પોલીસે ધરપકડ કરી હતી. આ કૌભાંડ અંગે અને કૌભાંડી વિષે શાસનતંત્ર શું નિર્ણય લેશે એ આવનારો સમય જ બતાવશે.