વર્ષ 2021ની શરૂઆત પોપ્યુલર મેસેજિંગ એપ્સ વ્હોટ્સએપના યુઝર માટે સારી રહી નથી. હવે વોટ્સએપ યૂઝર્સેને લઈ નવી પોલિસી છે જેમાં જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો વોટ્સએપ પર તમારો ડેટા કંપની સ્ટોર કરશે અને તેને પોતાની પેરંટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરશે. જો તમે વોટ્સએપની આ શરત સાથે સહમત નહી થાવ તો તમારૂ વોટ્સએપ એકાઉન્ટે બંધ થઈ જશે. આ ચર્ચા વચ્ચે હવે એક નામ જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું હોય તો તે છે Signal પ્રાઈવેટ મેસેન્જર એપ. આ એપની ચારે તરફ ચર્ચા એટલા માટે થવા લાગી કે ટેસ્લા અને SpaceX જેવી દિગ્ગજ સંસ્થાના CEO એલન મસ્કે ટ્વીટ કરી Signal appનો ઉપયોગ કરવા માટે લોકોને ભલામણ કરી. એલન મસ્કના આ ટ્વીટ બાદ ટેક જગતમાં વ્હોટ્સએપની ટીકા અને સિગ્નલ એપની પ્રશંસા શરૂ થઈ છે.

જાણો સિગ્નલ એપ વિશે.

આ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ છે. એપ ગૂગલ પ્લે સ્ટોર પર 2010થી એક્ટિવ છે. તે એન્ડ્રોઈડ, આઈફોન, આઈપેડ, મેક, લિનક્ષ અને વિન્ડોઝ સહિતના યુઝર્સ માટે અવેલેબલ છે. આ એપને સિગ્નલ ફાઉન્ડેશન એન્ડ સિગ્નલ મેસેન્જર LLCએ ડેવલપ કરી છે.મહત્વની વાત એ છે કે આ એપના કો ફાઉન્ડર બ્રાઈને 2017માં જ વ્હોટ્સએપને અલવિદા કહ્યું હતું. તે સમયે બ્રાઈને એપ માટે 50 મિલિયનનું રોકાણ કર્યું હતું. હાલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કોમ્યુનિકેશન કેટેગરીમાં 5માં નંબરે છે. ગ્લોબલી એપની ડિમાન્ડ વધતાં ભારતમાં પણ તેના ડાઉનલોડની સંખ્યા વધવા લાગી છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

https://twitter.com/signalapp/status/1347693761044701186?s=20

સિગ્નલ એપનાં ફીચર્સ.

આ એપ તમારો કોઈ પર્સનલ ડેટા સ્ટોર નથી કરતી પર્સનલ ડેટા તેરીકે Signal માત્ર તમારો ફોન નંબર સ્ટોર કરે છે. આ એપ તમારા નંબરથી તમારી ઓળખ જોડાવાની પણ કોશિશ નથી કરતી.

સિગ્નલ એપમાં પણ વ્હોટ્સએપની જેમ યુઝર્સ અન્ય યુઝર્સને મેસેજ મોકલી શકે છે, ઓડિયો અને વીડિયો કોલ કરી શકે છે. સાથે જ ફોટો, વીડિયો અને લિંક્સ પણ શેર કરી શકે છે. તાજેતરમાં જ તેમાં ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર પણ ઉમેરાયું છે. જોકે તેની લિમિટ 150 મેમ્બર્સની છે.

જો તમે પ્રાઈવસી રાખવા માંગો છો તો આ એપ તમારા કામની છે. સિગ્નલમાં વ્હોટ્સએપની જેમ એડમિન યુઝર્સની પરવાનગી વિના ગ્રુપમાં મેમ્બર એડ કરી શકતો નથી. તેના માટે અન્ય યુઝર્સને ઈન્વિટેશન સેન્ટ કરવાનું રહેશે અને જો અન્ય યુઝર્સ આ ઈન્વાઈટ એક્સેપ્ટ કરશે તો તે ગ્રુપમાં એડ થશે.

પ્રાઈવસીને ધ્યાનમાં રાખી સિગ્નલે પણ ડિસઅપિયરિંગ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. યુઝર 5 સેકન્ડથી 1 અઠવાડિયાંનો સમય નક્કી કરી શકે છે. આ ટાઈમ લિમિટ પૂરી થયા બાદ મેસેજ આપમેળે ચેટમાંથી ડિલીટ થઈ જશે.

સિગ્નલ એપ 7 પ્રકારની પરમિશન માગે છે પરંતુ કંપનીએ યુઝરનો ડેટા એક્સેસ કરવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સિગ્નલ એપની પ્રાઈવસી પોલિસી પ્રમાણે તે યુઝરનો કોઈ પણ પ્રકારનો ડેટા સ્ટોર કરતી નથી.